પહેલી અૉગસ્ટથી શનિ-રવિ કે જાહેર રજાના દિવસે પણ પગાર જમા થશે

મુંબઈ, તા. 5 : પહેલી અૉગસ્ટથી કર્મચારીઓનો પગાર શનિ- રવિમાં કે બૅન્ક હોલિડેના દિવસે પણ તેમનાં ખાતાંમાં જમા થઈ શકશે.
નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસની સેવાઓ તે દિવસથી અઠવાડિયાના બધા દિવસોએ મળવા લાગશે.
નાણાનીતિ સમીક્ષાની જાહેરાત કરતાં રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ગ્રાહકોને વધુ સુવિધા આપવાના હેતુથી તેમ જ આરટીજીએસ (રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ) સેવાની સપ્તાહના સાતે દિવસ ચોવીસે કલાક (24X7) ઉપલબ્ધિનો ઉપયોગ કરવા માટે એનએસીએચની સેવા જે હાલ બૅન્કોના કામકાજના દિવસોએ જ મળે છે તેને પહેલી અૉગસ્ટથી સપ્તાહના બધા દિવસ પૂરી પાડવાનો પ્રસ્તાવ છે.
એનએસીએચ નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન અૉફ ઈન્ડિયા દ્વારા ચલાવાતી બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે અને એક જ સ્રોત દ્વારા અનેક લોકોને એક સાથે (વન ટુ મની) પેમેન્ટ કરવાની સવલત પૂરી પાડે છે. એનએસીએચના મંચ દ્વારા મે મહિનામાં કુલ 40.6 કરોડ વ્યવહારો થયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer