કોરોના રસીકરણને વેગ અપાશે : રાજ્યપાલ

કોરોના રસીકરણને વેગ અપાશે : રાજ્યપાલ
મહારાષ્ટ્ર દિનની સાદગીથી ઉજવણી
મુંબઈ, તા. 1 : રાજ્યપાલ ભગતસિંહ કોશીયારીએ આજે મહારાષ્ટ્રા દિને મરાઠીમાં રાજ્યવાસીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોરોનાના કેસોમાં વધારો થતા રાજ્ય સરકારે રસી આપવાની કામગીરીને ઝડપથી આગળ ધપાવવાનો નિર્ણય લીધો છે. રોગચાળાના મુકાબલાની સાથે વિકાસદરને વધારવા માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચય છે. અર્થતંત્રને ગતિ આપવાની સાથે સમાજના નબળા અને પછાત વર્ગોને તેમ જ મહિલાઓને ન્યાય આપવા માટે પણ રાજ્ય સરકાર કામ કરી રહી છે એમ કોશીયારીએ ઉમેર્યું હતું, રાજ્યપાલનું ભાષણ દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડીયો ઉપર પ્રસારિત થયું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer