યુપી પંચાયતી ચૂંટણીની મતગણના નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજે થશે

નવી દિલ્હી, તા. 1 : કોરોનાને ધ્યાને લઈને ઉત્તર પ્રદેશમાં પંચાયતી ચૂંટણીની મતગણતરી રોકવાની અરજી ઉપર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે મતગણતરી માટે મંજુરી આપી દીધી છે. જો કે જીત બાદ ઉજવણી ઉપર રોક લાદી છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે રાજ્ય ચૂંટણી પંચ તરફથી રજૂ કરવામાં આવેલી વાતને નોટ કરવામાં આવી છે. જેને લઈને અલ્હાબાદ હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાની જરૂરીયાત લાગી રહી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જે પ્રોટોકોલ સામે રાખવામાં આવ્યો છે તેનું યોગ્ય રીતે પાલન થવું જોઈએ. મત ગણતરી કેન્દ્રની બહાર સખત કર્ફ્યુ હોવો જોઈએ અને કોઈ વિજય સરઘસ થવું જોઈએ નહી. આ સાથે જ યુપી પંચાયતી ચૂંટણીની મતગણતરી નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે બીજી મેના રોજ કરવાનો રસ્તો સાફ થયો છે. દરેક મતગણતરી કેન્દ્ર ઉપર એન્ટીજન ટેસ્ટની સુવિધા રહેશે. તેમજ સેનિટાઈઝેશનનું પણ ધ્યાન રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે રાજ્ય ચૂંટણી પંચ પાસેથી જારી કરવામાં આવેલા દિશાનિર્દેશો માગ્યા હતા. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, પહેલા સ્થિતિની સમીક્ષા કરવાની રહેશે. તેમજ મોટા સ્તરે નિર્ણય લેવા પડશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer