અસ્થાયી શટડાઉનથી તૂટી શકે કોરોનાની ચેઇન : અમેરિકાના મહામારી એક્સપર્ટે આપ્યાં સૂચન

નવી દિલ્હી, તા. 1: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. 22 એપ્રિલ બાદ દેશમાં સતત દરરોજ 3 લાખથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. પહેલી મેના રોજ તો 24 કલાકમાં 4 લાખનો આંકડો પાર થયો હતો. કોરોના સંક્રમણની ચેન રોકવા માટે બાઇડન પ્રશાસનના ચીફ મેડિકલ ઓફિસર અને મહામારી એક્સપર્ટ ડો. એન્થની ફાઉચીએ અમુક સૂચન કર્યાં છે. ડો. ફાઉચી વૈશ્વિક સ્તરે સંક્રમણ રોકવા કામ કરી રહ્યા છે. જેમાં અસ્થાયી લોકડાઉન, મેડિકલ સંસધાનોની સપ્લાઈ વધારવી, ઇમર્જન્સી ટીમના ગઠન સહિતનાં સૂચનો સામેલ છે. 
એક અહેવાલ મુજબ ડો. એન્થની ફાઉચીએ કહ્યું હતું કે, કોરોનાની ચેન તોડવા માટે 6 મહિનાનાં શટડાઉનની જરૂર નથી પણ અસ્થાયી શટડાઉન કરી શકાય છે. સાત અમેરિકી રાષ્ટ્રપતિ સાથે કામ કરી ચૂકેલા ડો. ફાઉચીના કહેવા પ્રમાણે દેશને બંધ કરવો કોઈને પસંદ નથી પણ ભારતમાં અમુક અઠવાડિયાનું લોકડાઉન સંક્રમણની ચેન તોડી શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer