પત્રકારોને ફ્રન્ટલાઈન વર્કર ગણવા કેન્દ્ર સરકાર સમક્ષ એડિટર્સ ગિલ્ડની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : દેશમાં ગત એપ્રિલ માસમાં પચાસથી પણ વધુ પત્રકારો કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા છે. દિલ્હીસ્થિત ઈન્સ્ટિટયૂટ અૉફ પર્સેપ્શન સ્ટડીસના જણાવ્યા અનુસાર પહેલી એપ્રિલ, 2020થી લૉકડાઉન લાગુ પાડવામાં આવ્યું પછી અત્યાર સુધીમાં 100 કરતા પણ વધુ પત્રકારો મૃત્યુ પામ્યાં છે. પત્રકારોને ફ્રન્ટલાઈન વર્કર ગણવાની અને તેઓને રસી આપવામાં પ્રાથમિક્તા આપવાની માગણી છેલ્લા કેટલાક માસથી કરવામાં આવી રહી છે. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી અનુકૂળ પ્રતિસાદ આપવામાં આપ્યો નથી. તે બાબત તકલીફરૂપ છે, એમ એડિટર્સ ગિલ્ડ અૉફ ઇન્ડિયાએ જણાવ્યું છે.
`િગલ્ડ'ના પ્રમુખ સીમા મુસ્તફા, મહામંત્રી સંજય કપૂર અને ખજાનચી અનંત નાથએ સંયુક્ત નિવેદન દ્વારા જણાવ્યું છે કે ઘણા પત્રકારો કોરોનાના રોગચાળાની સતત વણસતી પરિસ્થિતિ વિશે રિપોટિંગ કરીને વાસ્તવિક સ્થિતિ નાગરિકો સુધી પહોંચાડવાના પ્રયાસમાં બહાદુર પત્રકારો મૃત્યુ પામ્યાં છે. `િગલ્ડ' ગત વર્ષમાં મૃત્યુ પામનારા નિષ્ઠાવાન પત્રકારોને શ્રદ્ધાંજલિ આપે છે. `િગલ્ડ' દ્વારા પત્રકારોને ફ્રન્ટલાઈન વર્કર ગણવાની અને તેઓને રસી આપવામાં પ્રાથમિક્તા આપવાની માગણી કરવામાં આવી હતી. કેટલીક રાજ્ય સરકારો અને પત્રકાર સંગઠનોના સમર્થન છતાં કેન્દ્ર સરકારે અનુકૂળ પ્રતિસાદ આપ્યો નથી. `િગલ્ડ' બધા પ્રસાર માધ્યમોનો સંસ્થાઓને પત્રકારોની સલામતી માટે પગલાં ભરવાનો અનુરોધ કરે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer