મુંબઈમાં 3908 સહિત રાજ્યમાં કોરોનાના નવા 63,282 સંક્રમિતો મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 1 : શનિવારે મુંબઈમાંથી કોરોનાના 3908  નવા કેસ મળ્યા હતા. શુક્રવારે 3925 નવા કેસ મળેલાં, એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 6,52,532ની થઈ ગઈ છે. 
છેલ્લાં 24 કલાકમાં 90 દરદીના મૃત્યુ થયા હતા એ સાથે શહેરનો મૃત્યાંક 13,251નો થઈ ગયો છે. અત્યારે 59,318 દરદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લાં 24 કલાકમાં 5900 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલાં દરદીઓની સંખ્યા 5,78,331ની થઈ ગઈ છે. 
શહેરનો રિકવરી રેટ હવે 89 ટકા છે જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ 96 દિવસનો  છે. શહેરનો ગ્રોથ રેટ અત્યૈરે 0.70 ટકા છે. 
મુંબઈમાં 979 બિલ્ડિગો સીલ કરવામાં આવી છે જ્યારે એક્ટિવ કન્ટેઈમેન્ટ ઝોન (ઝુંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા 111 છે.મુંબઈમાં શુક્રવારે 37,607 ટેસ્ટ કરવામાં આવી હતી અને એ સાથે અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 54,61,605ની થઈ ગઈ છે.
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી કોરોનાના 63,282 નવા કેસ મળ્યા હતા. એ સાથે રાજ્યમા અત્યાર સુધી મળેલાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 46,65,754ની થઈ ગઈ છે. રાજ્યમાં 6,63,758 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 820 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થતાં રાજ્યનો મૃત્યાંક 69,633નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુ દર 1.49 ટકા છે. 
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 61,326 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 39,30,302 દરદી 
સાજા થયાં છે. રાજ્યનો રિકવરી રેટ 84.24 ટકા છે. 
અત્યારે રાજ્યમાં 40,43,899 દરદી હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 26,420 દરદી સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. 
મહારાષ્ટ્રમાં સૌથી વધુ સક્રિય પેશન્ટ્સ પુણે જિલ્લામાં છે. ત્યાં અત્યારે 1,04,849 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. એ પછી નાગપુર જિલ્લામાં  76,291, મુંબઈમાં 63,325, થાણે જિલ્લામાં 49,981 અને નાશિક જિલ્લામાં 49,255 દરદી અત્યાર સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી ઓછા સક્રિય પેશન્ટો એટલે કે 2011 દરદી હિંગોલીમાં જિલ્લામાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 2,73,95,288 ટેસ્ટ કરવામાં આવી છે અને એમાંથી 46,65,754 (17.03 ટકા) ટેસ્ટ પોઝિટિવ આવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer