ગુજરાતમાં કોરોનાના નવા 5011 કેસ, 49નાં મોત

ગુજરાતમાં કોરોનાના નવા 5011 કેસ, 49નાં મોત
સૌથી વધુ કેસ અમદાવાદમાં, જ્યારે બીજા નંબરે સુરત 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 10: નિરંકુશ રીતે વધી રહેલા કોરોનાને કારણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 5011 કેસ નોંધાયા છે.જેમાં સૌથી વધુ કેસમાં અમદાવાદ 1409 કેસ સાથે મોખરે છે જ્યારે બીજા ક્રમે 913 કેસ સાથે સુરત છે. જીવલેણ વાયરસે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 49 લોકોનો ભોગ લીધો છે. તો સામે 2525 દર્દીઓ સાજા થયા છે. જોકે રિકવરી દર વધુ ઘટીને 91.27 ટકા નોધાયો છે. 
ગુજરાતમાં અત્યાર સુધીમાં 287617 લોકોનું રસીકરણ થયું છે. તો અત્યાર સુધીમાં 3,12,151 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો, 25,129 કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4746 લોકોના મોત થયા છે. જ્યારે 192 દર્દીઓની હાલત નાજુક છે અને 24937ની હાલ સ્થિર છે. ગુજરાતમાં કુલ89,02,725 લોકોને પ્રથમ અને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.   
રાજ્યમાં આજે કોવિડ-19ના કારણે કુલ 49 વ્યક્તિઓની મૃત્યુ નોંધાયા છે. જેમાં વિગતવાર જોઇએ તો સુરત કોપોરેશન 15, અમદાવાદ કોપોરેશન 14, રાજકોટ કોપોરેશન 8, વડોદરા કોપોરેશન 4, અમદાવાદ2, સુરેન્દ્રનગર 2, છોટા ઉદેપુર 1, ગાંધીનગર 1, ગાંધીનગર કોપોરેશન 1, સુરત 1 થઇને કુલ 49 મોત થયા છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer