બંગાળમાં ચૂંટણી લોહિયાળ : ગોળીબારમાં પાંચના મૃત્યુ

બંગાળમાં ચૂંટણી લોહિયાળ : ગોળીબારમાં પાંચના મૃત્યુ
કૂચબિહારમાં હિંસા બાદ મતદાન રદ : રાયફલ આંચકી લેવા પ્રયાસ થતાં જવાનોનું ઓપન ફાયર : મોદી-મમતાના એકબીજા પર પ્રહાર
કોલકત્તા, તા.10 : પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન થયેલી હિંસામાં એક યુવક સહિત પાંચ ના મૃત્યુ થયા છે. રક્તરંજિત ચૂંટણી બાદ એક બૂથ પર મતદાન રદ કરવામાં આવ્યું છે.
બંગાળ ચૂંટણીમાં હિંસક ઘટનાઓ અંગે મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકબીજા પર આરોપ લગાવ્યા છે. મમતાએ કેન્દ્ર સરકાર પર કાવતરૂ રચવાનો આરોપ લગાવી ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામુ માગ્યું હતું. મોદીએ બનાવ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂંટણી પંચને કડક પગલાં લેવા અપીલ કરી છે.
આ પહેલા કૂચબિહારના સીતાલકુચી બૂથ નં.1રપ ઉપર ફરજ પર તૈનાત જવાનોની રાયફલ આંચકી લેવા પ્રયાસ બાદ જવાનોએ ફાયરિંગ કરવું પડયાનો સીઆઈએસએફ એ ખુલાસો કર્યો છે.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે, ઉત્તર બંગાળાના કૂચબિહારના સીતલકૂચીમાં સેન્ટ્રલ ફોર્સ સીઆઈએસએફના જવાઓને ઓપન ફાયારિંગ કર્યું હતું. મૃતકોમાં 18 વર્ષનો યુવક પણ સામેલ છે. જો કે ટીએમસીએ દાવો કર્યો છે કે ફાયારિંગમાં જે 4 લોકોનાં મોત નીપજ્યાં છે તે બધા ટીએમસી કાર્યકર છે. સ્થાનિક લોકોએ સીઆઈએસએફ જવાનોની રાઇફલ છીનવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ સૈનિકોને ફાયારિંગ કરવું પડયું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, `પ્રારંભિક અહેવાલો મુજબ, એક ગામમાં સીઆઈએફના જવાનો પરના હુમલા પછી ઓપન ફાયારિંગમાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે. અધિકારીએ જણાવ્યું હતું કે `બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું અને સ્થાનિક લોકોએ સીઆઈએસએફને ઘેરી લીધા હતા અને તેમની રાઇફલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો, ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયને ચૂંટણી પંચને એક મેલ મોકલીને કહ્યું કે, સીતલકુચીના બૂથ નંબર 126 પર સીઆરપીએફ ફાયારિંગમાં લોકોનાં મોત નીપજ્યાં હતાં. ભાજપે બૂથને કેપ્ચર કર્યું હતું. અમારા સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક ટીએમસી કાર્યકર હતા. 
મમતા બેનર્જીએ કહ્યું સીઆરપીએફએ આજે સીતાલકુચીમાં ચાર લોકોને ગોળી મારી હતી. તો બીજી તરફ સવારે વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer