સંજય પાંડે મહારાષ્ટ્રના અતિરિક્ત ડીજીપી બન્યા

સંજય પાંડે મહારાષ્ટ્રના અતિરિક્ત ડીજીપી બન્યા
મુંબઈ, તા. 10 : વરિષ્ઠ આઈપીએસ અધિકારી સંજય પાંડેને શુક્રવારે મહારાષ્ટ્રના ડીજીપી તરીકેનો એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો છે. એક અધિકારીઓ આ જાણકારી આપી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે ગૃહવિભાગે શુક્રવારે સાંજે આ આદેશ બહાર પાડયો હતો. પાંડે 1986 બેચના આઈપીએસ અધિકારી છે અને તેઓ મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના ડીજીપી તરીકે કાર્યરત છે.
ગત કેટલાંક વર્ષોથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બદલીમાં નજર અંદાજ કરાતા અને રાજ્યના સૌથી વરિષ્ઠ આઈપીએસ અધિકારી સંજય પાડેને અંતે આંશિક ન્યાય મળ્યો છે. તેમને પોલીસ ડીજીપી તરીકેનો અતિરિક્ત પદભાર સોંપાયો છે.
સંજય પાંડેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે વર્ષ 1986 બેચના તેઓ આઈપીએસ અધિકારી છે અને રાજ્યના સૌથી વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે. તેમ છતાં તેમને મહત્ત્વપૂર્ણ પદથી દૂર રાખવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસ કમિશનર પદ પર પરમબીર સિંહની પસંદગી કરી તેમને નજર અંદાજ કરાયા હતા. સાથે જ તેમના નામનો વિચાર એન્ટી કરપ્શન બ્યૂરોના ડીજીપી પદ માટે ન કરાયો તેથી તેમણે પોતાની નારાજગી મુખ્ય પ્રધાનને વ્યક્ત કરી રજા પર ઉતરી ગયા હતા. ઠાકરેએ આંશિક રૂપથી તેમની નારાજગી દૂર કરી છે. તેમને ડીજીપી તરીકેનો વધારાનો પદભાર સોંપાયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer