મહાભારત''માં ઈંદ્ર બનેલા અભિનેતા સતીશ કૌલનું નિધન

મહાભારત''માં ઈંદ્ર બનેલા અભિનેતા સતીશ કૌલનું નિધન
નવી દિલ્હી, તા. 10 : બી.આર. ચોપરાની `મહાભારત' સીરિયલમાં ઈન્દ્રનું પાત્ર ભજવનારા ટીવી, બોલીવૂડ અને પંજાબી ફિલ્મના જાણીતા કલાકાર  સતીશ કૌલનું કોરોનાને કારણે લુધિયાણામાં અવસાન થયું હતું. તેમના નિધન અંગે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીંદરસિંહે શોક વ્યક્ત કર્યો હતો. સતીશ આશરે 300 ફિલ્મોનો હિસ્સો રહ્યા હતા અને તેમણે દિલીપકુમાર, દેવ આનંદ, અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સહિતના અભિનેતાઓ સાથે કામ કર્યું હતું.
કાશ્મીરમાં જન્મેલા સતીશની વય આશરે 72 વર્ષની હતી. હાલમાં તેઓ આર્થિક તંગીમાં હતા અને લુધિયાણાના વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. તેમણે લુધિયાણામાં એક એક્ટિંગ સ્કૂલ પણ શરૂ કરી હતી જેમાં ભારે ખોટ જતાં બંધ કરવી પડી હતી. તેમની પત્નીએ તેમને છુંટાછેડા આપ્યા હતા અને સંતાનો સાથે તે અમેરિકા ચાલી ગઈ હતી. સતીશે પ્યાર તો હોના હી થા, ઝંઝીર, યારાના ઉપરાંત આઝાદી, શેરા દે પુત્ત શેર જેવી હિન્દી, પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer