સુરેશ રૈનાની અર્ધસદી : દિલ્હીને મળ્યું 189 રનનું લક્ષ્ય

સુરેશ રૈનાની અર્ધસદી : દિલ્હીને મળ્યું 189 રનનું લક્ષ્ય
ચૈન્નઈ સુપરકિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 188 રન કર્યા : મોઈન અલી, સેમ કરનનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન
મુંબઈ, તા. 10 : આઈપીએલની 14મી સીઝનના બીજા મેચમાં ઋષભ પંતના નેતૃત્વની દિલ્હી કેપિટલ્સ અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળની ચૈન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ચૈન્નઈ સુપરકિંગ્સે સુરેશ રૈનાના આતશી 54 રન અને મોઈન અલીના 36 રનની મદદથી ચૈન્નઈએ દિલ્હી સામે 188 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. મેચમાં લાંબા સમય પછી મેદાનમાં ઉતરી રહેલા મહેન્દ્ર સિંહ ધોની ઉપર ચાહકોની નજર હતી. જો કે ધોની બીજા જ બોલે બોલ્ડ આઉટ થયો હતો. ધોનીની વિકેટ અવેશ ખાને લીધી હતી. અંતિમ ઓવરોમાં સેમ કરને તાબડતોડ 34 રન ઝુડી કાઢ્યા હતા. 
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીનો પહેલા બોંિલંગનો નિર્ણય યોગ્ય સાબિત થયો હોય તેમ ચૈન્નઈને શરૂઆતી ઝટકા લાગ્યા હતા. ચૈન્નઈની પહેલી વિકેટ ફાફ ડુપ્લેસિસના રૂપમાં પડી હતી. ડુપ્લેસિસ શુન્ય રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેની વિકેટ અવેશ ખાને લીધી હતી અને સમયે ચૈન્નઈનો કુલ સ્કોર માત્ર 7 રન હતો. ત્યારબાદ ત્રીજી ઓવરના પહેલા જ બોલે ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ પણ આઉટ થયો હતો. તેણે 8 બોલમાં પાંચ રન કર્યા હતા. આમ ચૈન્નઈનો સ્કોર 7 રનમાં બે વિકેટ થઈ ગયો હતો. આ સમયે મોઈન અલી અને સુરેશ રૈનાએ બાજી સંભાળી હતી. જેમાં બન્નેએ સ્કોર બોર્ડને આગળ ધપાવ્યું હતું. 
 બમોઈન અલી એક ખરાબ શોટ રમતા 36 રન કરીને આઉટ થયો હતો. તેણે ઈનિંગમાં 4 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. મોઈન અલીની વિકેટ અશ્વિને લીધી હતી. આ દરમિયાન સુરેશ રૈનાએ બીજા છેડે નોંધપાત્ર પ્રદર્શન જારી રાખ્યું હતું અને અર્ધસદી ફટકારી હતી. રૈનાએ 36 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 54 રન કર્યા હતા. રૈના રનઆઉટ થઈને પરત ફર્યો હતો. જ્યારે અંબાતી રાયડુએ 16 બોલમાં 23 રન કર્યા હતા. રાયુડુની વિકેટ ટોમ કર્રને લીધી હતી હતી. મેચમાં ધોનીને બીજા જ બોલે બોલ્ડ કરીને અવેશ ખાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.  અતિમ ઓવરોમાં રવીન્દ્ર જાડેજા અને સેમ કરને તાબડતોડ બેટિંગ કરી હતી. જેમાં કુર્રને માત્ર 15 જ બોલમાં 34 રન કર્યા હતા. જેમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે જાડેજાએ 26 રન કર્યા હતા. જેની મદદથી ચૈન્નઈનો સ્કોર નિયત 20 ઓવરમાં 7 વિકેટના નુકશાને 188 રન થયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer