હાર્દિક પંડયાને ઈજા ? : ક્રિસ લીને કર્યો ખુલાસો

હાર્દિક પંડયાને ઈજા ? : ક્રિસ લીને કર્યો ખુલાસો
ખભામાં ઈજા હોવાનો સંકેત આપ્યો
નવી દિલ્હી, તા. 10: મુંબઈ ઇન્ડિયન્સના ઓપનિંગ બેટ્સમેન ક્રિસ લિનને લાગે છે કે છઠ્ઠા બોલરનો વિકલ્પ ન હોવાનાં કારણે તેની ટીમને આરસીબી સામે આઈપીએલના ઉદ્ઘાટન મેચમાં હારનો સામનો કરવો પડયો છે. આ મેચ રોમાંચક રહ્યો હતો અને આરસીબીએ અંતિમ બોલે 160 રનનું લક્ષ્ય મેળવ્યું હતું. મુંબઈએ પાંચ બોલરનો ઉપયોગ કર્યો હતો અને હાર્દિક પંડયાને બોલિંગ આપવામાં આવી નહોતી. 
લિને કહ્યું હતું કે, ટીમને છઠ્ઠા બોલરની કમી રહી હતી. હાર્દિક પંડયાને બોંિલંગ કેમ ન આપી તેવું પૂછવામાં આવતા સંકેત આપ્યો હતો કે તેને ખભામાં ઈજા જેવું છે અને કાર્યભાર પ્રબંધન પણ કારણ છે. લિને કહ્યું હતું કે તેને સ્પષ્ટ જાણકારી નથી પણ કદાચ હાર્દિકને ખભામાં ઈજા છે. નિશ્ચિત રીતે તે જ્યારે બોલિંગ કરે છે તેનાથી ટીમમાં અલગ પ્રકારનું સંતુલન બને છે પરંતુ સાવચેતીના ભાગ રૂપે તેની પાસે બોલિંગ કરાવવામાં આવી નહોતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer