મોનોપોલી ધારાના ભંગ બદલ ચીને કર્યો અલીબાબાને 2.75 અબજ ડોલરનો દંડ

સરકારની ટીકા કરવી જેક માને ભારે પડી
શાંધાઈ/હોંગકોંગ,તા. 10 : ચીનના વ્યાપાર નિયામકોએ અલીબાબા ગ્રુપ હોલ્ડીંગ લિમીટેડને એન્ટી-મોનોપોલી રૂલ્સનો ભંગ કરવા બદલ અને પોતાની સર્વોચ્ચ બજાર સ્થિતિનો ગેરઉપયોગ કરવા  બદલ પોણા ત્રણ અબજ ડોલરનો દંડ કર્યો છે. આ રકમ 18 અબજ યુનાન (ચીની ચલણ) જેટલી થાય છે અને આ દંડની રકમ ચીનમાં કોઇપણ એકમને એન્ટી ટ્રસ્ટ માટે થયેલ સૌથી વધુ દંડની રકમ છે.
આ દંડની રકમ અલીબાબાની 2019ની આવકના 4% જેટલી છે અને છેલ્લા કેટલાક મહિનાઓમાં હોમ-ગ્રોઆન ટેકનોલોજી કોન્ગ્લોબરેશન ઉપર અભૂતપૂર્વ રેગ્યુલેટરી દરોડાની વચ્ચે થયો છે અને તેની અસર કંપનીના શેરો ઉપર થઇ છે. અલીબાબાના સ્થાપક જેક માએ ગયા ઓક્ટોબર માસમાં ચીનની રેગ્યુલેટરી સિસ્ટમ ઉપર આકરી ટીકા કર્યા બાદ તેના વ્યાપાર સામ્રાજ્યને કડક નીરિક્ષણ હેઠળ મુકવામાં આવ્યું હતું.
ડીસેમ્બરના્ અંત ભાગમાં ચીનના માર્કેટ રેગ્યુલેશન માટેના સ્ટેટ એડમીનીસ્ટ્રેટર (એસએએમઆર)એ જાહેર કર્યું હતું કે તેણે કંપની ઉપર એન્ટી ટ્રસ્ટ (વિશ્વાસભંગ-છેતરપિંડી) અંગે તપાસ શરૂ કરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer