ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ

સરકારની અપીલને પગલે ચૂંટણી પંચનો નિર્ણય
અમદાવાદ, તા. 10: ગુજરાતમાં કોરોનાએ ભયાનક ભરડો લીધો છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવા માટે સરકાર દ્વારા ચૂંટણી પંચને અપીલ કરવામાં આવી હતી. હાલ ચૂંટણી આયોજિત કરવાનું વાતાવરણ પણ નહીં હોવાને પગલે ચૂંટણી પંચ દ્વારા હાલ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિત ના થાય તે માટે ચૂંટણી પંચને ચૂંટણી મોકૂફ રાખવા માટે અપીલ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer