મુંબઈમાં 9327 સહિત રાજ્યમાં કોરોનાના 55,411 નવા સંક્રમિતો મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 10 : છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી કોરોનાના 55,411 નવા કેસ મળ્યા હતા. એ સાથે રાજ્યમા અત્યાર સુધી મળેલાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 33,43,951ની થઈ ગઈ છે. 
શુક્રવારે રાજ્યમાંથી 58,993, ગુરુવારે 56,286, બુધવારે 59,907 મંગળવારે 55,469 નવા કેસ મળેલાં. રાજ્યમાં 5,36,682 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 309 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થતાં રાજ્યનો મૃત્યાંક 57,638નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુ દર 1.72 ટકા છે.
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 53,005 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 27,48,153 દરદી સાજા થયાં છે. રાજ્યનો રિકવરી રેટ 82.18 ટકા છે. 
અત્યારે રાજ્યમાં 30,41,080 દરદી હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 25,297 દરદી સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. 
મહારાષ્ટ્રમાં સૌથી વધુ સક્રિય પેશન્ટ્સ પુણે જિલ્લામાં છે. ત્યાં અત્યારે 1,02.115 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. એ પછી મુંબઈ (89,707)નો ક્રમ આવે છે. થાણે જિલ્લામાં 71,061 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી ઓછા સક્રિય પેશન્ટો એટલે કે 1032 સિંધુદુર્ગ જિલ્લામાં છે. 
અત્યાર સુધી રાજ્યમાં કુલ 2,18,51,235 ટેસ્ટ કરવામાં આવી છે અને એમાંથી 33,43,951 (15.3 ટકા) ટેસ્ટ પોઝિટિવ આવી છે.
શનિવારે મુંબઈમાંથી કોરોનાના 9327 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 5,10,225 થઈ ગઈ છે. 
શુક્રવારે મુંબઈમાંથી 9200, ગુરુવારે 8938, બુધવારે 10,428 અને મંગળવારે 10,030 નવા કેસ મળેલાં. 
છેલ્લાં 24 કલાકમાં 50 દરદીના મૃત્યુ થયા હતા એ સાથે શહેરનો મૃત્યાંક 11,959નો થઈ ગયો છે. અત્યારે 91,108 દરદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લાં 24 કલાકમાં 8474 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલાં દરદીઓની સંખ્યા 4,06,087ની થઈ ગઈ છે. 
શહેરનો રિકવરી રેટ ઘટીને હવે 79 ટકા થઈ ગયો છે જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ 34 દિવસનો થઈ ગયો છે. મુંબઈનો ગ્રોથ રેટ 1.97 ટકા છે. 
ધારાવી વિસ્તારમાંથી શનિવારે કોરોનાના 56 નવા કેસ મળ્યા હતા. આમ ધારાવીમાંથી અત્યાર સુધી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 5600ની થઈ ગઈ છે. ધારાવી વિસ્તાર પાલિકાના જી-નોર્થમાં આવે છે. ધારાવી ઉપરાંત માહિમ અને દાદર પણ આ વોર્ડમાં આવે છે. માહિમમાંથી શિવારે 116 અને દાદરમાંથી 119 નવા દરદી મળ્યા હતા. આમ જી-નોર્થ વોર્ડમાંથી અત્યાર સુધી કુલ 20,216 કોરોનાગ્રસ્તો મળ્યા છે. 
મુંબઈમાં 799 બિલ્ડિગો સીલ કરવામાં આવી છે જ્યારે એક્ટિવ કન્ટેઈમેન્ટ ઝોન (ઝુંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા 79 છે. 
મુંબઈમાં શનિવારે 48749 ટેસ્ટ કરવામાં આવી હતી અને સાથે અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 45,58,630ની થઈ ગઈ છે.
થાણેમાં 6176 નવા દરદી
શુક્રવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 6176 નવા પેશન્ટ્સ મળતાં જિલ્લામાં અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 3,67,610ની થઈ ગઈ છે. શુક્રવારે જિલ્લામાં 26 દરદીના મોત થતાં મૃત્યાંક 6664નો થઈ ગયો છે. જિલ્લાનો મૃત્યુ દર 1.81 ટકાનો છે. અત્યાર સુધી જિલ્લામાં 3,09,349 દરદી સાજા થયા છે. જિલ્લાનો રિકવરી રેટ 84.15 ટકા છે. અત્યારે જિલ્લામાં 51,597 દરદી સારવાર લઈ રહ્યા છે. 
નાગપુરમાં 5131 નવા દરદી
શિનિવારે નાગપુર જિલ્લામાંથી કોરોનાના 5131 નવા પેશન્ટ્સ મળતા જિલ્લામા અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 2,71,3550ની થઈ ગઈ છે. શનિવારે જિલ્લામાં 65 દરદીના મોત થતાં મૃત્યાંક 5706નો થઈ ગયો છે. શનિવારે 2837 પેશન્ટો સાજા થઈને ઘરે ગયા હતા. અત્યાર સુધી જિલ્લામાં 2,14,073 દરદી સાજા થયા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer