અનિલ દેશમુખની પ્રાથમિક પૂછપરછ

સીબીઆઈ દ્વારા દસ્તાવેજો અને નિવેદનની સમીક્ષા કરાઈ
મુંબઈ, તા 10 : સીબીઆઈએ શનિવારે મુંબઈના ભૂકપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહે ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરૂદ્ધ કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અંગેના દસ્તાવેજો અને નિવેદનની સમીક્ષા કરી હોવાનું અધિકારીએ જણાવ્યુ ંહતું.
બૉમ્બે હાઇકોર્ટે પંદર દિવસમાં પ્રાથમિક  તપાસનો અહેવાલ કોર્ટને સુપરત કરવાનો આદેશ સીબીઆઈને આપ્યો છે.ચોક્કસ સમય મર્યાદામાં અહેવાલ સુપરત કરવાનો હોવાથી સીબીઆઈએ તપાસ માટેનો ઍક્શન પ્લાન તૈયાર કર્યો છે. એના ભાગરીપ એજન્સીએ દસ્તાવેજો અને નિવેદનોની ચકાસણી કરી હતી.
આક્ષેપો ગંભીર અને સંવેદનશીલ હોવાથી સીબીઆઈની ટીમે શનિવારે તમામ દસ્તાવેજો અને નિવેદનની ચકાસણી શનિવારે કરી હતી. સીબીઆઈ અત્યાર સુધીમાં મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમ બીર સિંહ, સસ્પેન્ડ કરાયેલ અને એનઆઈએની કસ્ટડીમાં રહેલા એપીઆઈ સચિન વાઝે, ડીસીપી રાજુ ભુજબલ, એસીપી સંજય પાટિલ, અરજદાર ઍડવોકેટ જયશ્રી પાટિલ અને હોટેલ માલિક મહેશ શેટ્ટીના નિવેદન નોંધી ચુકી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer