હૉમ ડિલિવરી અને મુલાકાતીઓ પર હાઉસિંગ સોસાયટીઓ પ્રતિબંધ મુકી રહી છે

મુંબઈ, તા. 10 : કોવિડ-19ના કેસમાં થયેલા ભારે વધારાને પગલે હાઉસિંગ સોસાયટીઓએ ગયા વરસની જેમ હાઉસિંગ સોસાયટીઓએ પ્રતિબંધ મુકવાની શરૂઆત કરી છે. હાઉસિંગ સોસાયટીઝની મૅનેજિંગ કમિટીઓએ હૉમ ડિલિવરી માટે પરવાનગી ન આપવાની સાથે મુલાકાતીઓ પર પ્રતિબંધ મુકવાની શરૂઆત કરી છે. ઉપરાંત જિમનેશિયમ, ગેમ જેવી સુવિધાઓ બંધ કરવાની સાથે માસ્ક પહેર્યો ન હો તથા કોવિડ-19ના નિયમોનું પાલન ન કરતો હોય એવા પાસે દંડ વસુલવાની પણ શરૂઆત કરી છે.
અમે ગયા વરસની જેમ પ્રતિબંધો મુક્યા છે. અમે ફેરિયાઓને લૉબી સુધી આવવાની મનાઈ ફરમાવી છે. તો ઘણા મુલાકાતીઓને પણ આવવા દેતા નથી, એમ લોખંડવાલા-ઓશિવરા સિટીઝન્સ ઍસોસિયેશનના ચૅરમૅન ધવલ શાહે જણાવ્યું હતું. જોકે, તેમનું કહેવું છે કે આ વખતે રહેવાસીઓ વિરોધ કરી રહ્યા છે. ગયા વરસે કોવિડ-19નો ભારે ડર હતો અને રહેવાસીઓ પ્રતિબંધોનું પાલન કરતા હતા, પરંતુ આ વખતે એવું નથી, એમ તેમણે ઉમેર્યું હતું.પાલિકાના અધિકારીઓ મેનેજિંગ કમિટીને સલાહ આપી છે કે જ કોઇ કોવિડ-19ની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે કે માસ્ક પહેર્યો ન હોય તો તેમનો ફોટો લેવાની સાથે દંડાતેમક કાર્યવાહી કરે. અમે દરેક સ્થળે પહોંચી ન શકીએ એટલે સોસાયટી દંડ વસુલે એ વ્યાજબી રહેશે, એમ નામ ન આપવાની શરતે પાલિકના અધિકારીએ જણાવ્યું હતું.
રાજ્યના શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે હાઉસિંગ સોસાયટીના ચૅરમૅન અને સેક્રેટરીને ઉદ્ધત સભ્યો સાથે પનારો પાડવા ખાસ પોલીસ જેવી સત્તા આપવા અંગે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે.જો પરવાનગી આપવામાં આવશે તો અૉફિસ બેરર્સ સભ્ય પાસે દંડ વસુલવાની સત્તા મળશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer