અૉનલાઇન બોર્ડ પરીક્ષા વ્યવહારૂ વિકલ્પ નથી

મુંબઈ, તા 10 : તાજેતરમાં સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ખાનગી આઈટી કંપનીઓ સાથે કરેલી ચર્ચા દરમિયાન જણાયું કે આ વરસે અૉનલાઇન બોર્ડ પરીક્ષા લેવી એ વ્યવહારૂ વિકલ્પ નથી. સ્કૂલ એજ્યુકેશન પ્રધાન વર્ષા ગાયકવાડે કહ્યું આગામી થોડા દિવસમાં સરકાર આ અંગે નિર્ણય લેશે.
રાજ્યના શિક્ષણ વિભાગે બે ખાનગી આઈટી કંપની સાથે વાતચીત કરી હતી તેમણે જણાવ્યું હતું કે અૉનલાઇન પરીક્ષા માટેનું સેટ અપ તૈયાર કરવામાં ઓછામાં ઓછા બે વરસનો સમય લાગી શકે છે. દસમા-બારમા ધોરણની માટે અૉનલાઇન પરીક્ષાનો વિકલ્પ વ્યવહારૂ નથી, એમ અધિકારીએ જણાવ્યું. એચએસસી અને એસએસસીની પરીક્ષાઓ અનુક્રમે 23 એપ્રિલ  અને 29 એપ્રિલે લેવાનું નક્કી થયું હતું.
કોવિડ-19ના વધી રહેલા કેસોના પગલે રાજ્યના ભૂતપૂર્વ સ્કૂસ શિક્ષણ પ્રધાન અને ભાજપના વિધાન સભ્ય આશિષ શેલારેએ શુક્રવારે માગણી કરી હતી કે બોર્ડની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવે. વર્ષા ગાયકવાડે પરીક્ષા આંશિક અૉનલાઇ કે અૉફલાઇન યોજી શકાય કે નહીં એ અંગે ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન પાસે સૂચનો માગ્યા હતા. શેલારે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની ચિંતા વધે એ પહેલાં સરકારે વહેલી તકે નિર્ણય લેવો જોઇએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer