દેશમુખ વિરુદ્ધ આક્ષેપ મામલે સીબીઆઈએ બારમાલિકોની પૂછપરછ કરી

મુંબઈ, તા. 10 : સેન્ટ્રલ બ્યૂરો અૉફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા મુકાયેલા ભ્રષ્ટાચારના આરોપોને મામલે શહેરમાં એક બાર માલિકનું નિવેદન નોંધ્યું છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે દેશમુખ વિરુદ્ધ પ્રાથમિક તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમે બારના માલિક મહેશ શેટ્ટીનું નિવેદન નોંધ્યું છે. સૂત્રો અનુસાર શેટ્ટી લવબર્ડ ઓર્ક્રેસ્ટ્રા બારનો માલિક છે અને સચીન વાઝેએ ત્રીજી માર્ચે આ બારની મુલાકાત લીધી હતી. પૂછપરછ દરમિયાન સીબીઆઈ ટીમને શેટ્ટીએ વાઝે સામેની મુલાકાત અંગે વાતચીત કરી હતી.
ભાઇંદર વિસ્તારમાં એક સાપ્તાહિક પત્રિકાના પત્રકારની હત્યાને મામલે શેટ્ટીને વર્ષ 2015માં ધરપકડ કરાયો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશમુખ મામલે શુક્રવારે સવારે સીબીઆઈની ટીમે વાઝેનું સતત ત્રીજા દિવસે નિવેદન નોંધ્યું હતું.
આ અગાઉ ગુરુવારે સીબીઆઈએ વાઝે ઉપરાંત પરમબીર સિંહ, જયશ્રી પાટીલ, ડીસીપી રાજુ ભુજબળ, એસીપી સંજય પાટીલના નિવેદન નોંધ્યાં હતાં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer