મુંબઈમાં રોડ ભીના થયાં

કોકણ સહિત રાજ્યમાં માવઠાની આગાહી
પુણે, તા. 10 : વિદર્ભથી દક્ષિણ તમિલનાડુ સુધીના વિસ્તારમાં ઉત્તર-દક્ષિણઓછા દબાણનો પટ્ટો સર્જાતા સંપૂર્ણ મહારાષ્ટ્ર સહિત દક્ષિણના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદનું સંકટ આવ્યું છે. દક્ષિણ કોકણ, ગોવા સહિત મધ્ય મહારાષ્ટ્ર મરાઠવાડા અને વિદર્ભમાં આગામી ચાર દિવસ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. મુંબઈમાં પણ રાત્રે આઠેક વાગ્યાથી હળવો વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં સાંતાક્રુઝથી મીરા-ભાયંદર સુધી વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડયા હતા. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડે એવી શક્યતા છે. જેમાં અહમદનગર, પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી, સોલાપુર જિલ્લામાં ભારે પવન સાથે મેઘગર્જના સહિત વરસાદની શક્યતા છે. દક્ષિણ કોકણના સિંધુદુર્ગ, રત્નાગીરીમાં પણ તોફાની વરસાદની શક્યતા હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer