49,447 નવા સંક્રમિતો; 227નાં મૃત્યુ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી કોરોનાના 49,447 નવા કેસ મળ્યા હતા. રાજ્યમાં ગયા વર્ષે કોરોનાએ પગપેસારો કર્યો ત્યારથી અત્યાર સુધીનો આ ઉચ્ચાંક છે. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 29,53,523ની થઈ ગઈ છે.
શુક્રવારે 47,827 નવા કેસ મળેલા. રાજ્યમાં અત્યારે 4,01,172 દરદી સારવાર હેઠળ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 37,821 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 24,95,315 દરદી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 84.89 ટકા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 227 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થતાં રાજ્યનો મૃત્યાંક 55,656નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુદર 1.88 ટકા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1,84,404 ટેસ્ટ કરાઈ હતી. એ સાથે અત્યાર સુધી કુલ 2,03,43,123 ટેસ્ટ કરાઈ છે. અત્યારે રાજ્યમાં 21,01,999 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં અને 19,237 સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે.
મુંબઈમાં સર્વોચ્ચ 9090 નવા કેસ મળ્યા
છેલ્લા 24 કલાકમાં મુંબઈમાંથી કોરોનાના રેકોર્ડ 9090 નવા કેસ મળ્યા હતા. ગયા વર્ષે મહામારીની રાજ્યમાં શરૂઆત થઈ ત્યારથી લઈ અત્યાર સુધીનો આ ઉચ્ચાંક છે. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 4,32,192ની થઈ ગઈ છે. શુક્રવારે મુંબઈમાંથી 8832 અને ગુરુવારે 8646 નવા કેસ મળેલા.
છેલ્લા 24 કલાકમાં 27 દરદીનાં મૃત્યુ થયાં હતાં એ સાથે શહેરનો મૃત્યાંક 11,751નો થઈ ગયો છે. મૃત્યુનો આ આંક પણ અત્યાર સુધીનો હાઈએસ્ટ છે.
છેલ્લા 24 કલાકમાં 5322 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલા દરદીઓની સંખ્યા 3,66,365ની થઈ ગઈ છે. શહેરનો રિકવરી રેટ ઘટીને હવે 83 ટકા થઈ ગયો છે જયારે કોરોનાનો ગ્રોથ રેટ વધીને 1.54 ટકા થઈ ગયો છે. કોરોનાનો ડબાલિંગ રેટ હવે 44 દિવસનો થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 43,597 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 42,17,856 ટેસ્ટ કરાઈ છે.
મુંબઈમાં 681 બિલ્ડિંગો સીલ કરવામાં આવી છે જ્યારે એક્ટિવ કન્ટેઈમેન્ટ ઝોન (ઝૂંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા 70 છે.
રાજ્યમાં કોરોનાનો નવો રેકર્ડ
