ભારતે રસી રોકતાં અનેક દેશો ખફા

દુનિયાના 92 ગરીબ દેશો હજુ વંચિત; બ્રિટન, અમેરિકા જેવા સંપન્ન દેશો પાસે વિપુલ જથ્થો
લંડન, તા. 3 : ભારતે પોતાના દેશમાં રસીકરણ અભિયાન વેગવાન કરવા માટે કોરોના રોધક રસીની નિકાસ પર રોક મૂકી દેતાં દુનિયાભરના અનેક દેશ નારાજ છે. લગભગ 92 દેશો રસી ન મળતાં હેરાન હોવાનો આરોપ મુકાયો છે.
સત્ય તો એ છે કે, અમેરિકા, બ્રિટન સહિત તમામ ધનાઢ્ય દેશોએ પહેલાંથી જ રસીના મોટા જથ્થા પર કબજો જમાવી રાખ્યો છે.
અહેવાલ અનુસાર ભારત પર રસી મુદ્દે આક્ષેપ કરનાર બ્રિટન પોતાની કુલ્લ આબાદીના અડધો અડધ વયસ્ક નાગરિકોને પહેલો ડોઝ આપી
ચૂક્યું છે.  બ્રિટન ભારત પાસેથી હજુ 50 લાખ ડોઝની માંગ કરી રહ્યું છે, જ્યારે ભારત હજુ તેની આબાદીના માત્ર ત્રણ ટકાને જ રસી આપી શક્યું છે.
સાઉદી અરેબિયા, કેનેડા, બ્રિટન, અમેરિકા જેવા ધનવાન દેશોને પહેલાંથી જ કરોડોની સંખ્યામાં રસીના ડોઝ પૂરા પાડી દેવાયા છે.
ભારતમાં સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા નિર્મિત ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા રસી પર માત્ર?અમીર દેશોનો જ અધિકાર નથી.
આ રસીનું નિર્માણ હજુ દુનિયાભરના લગભગ 92 ગરીબ દેશો માટે પણ કરવાનું છે, ત્યારે સદ્ધર દેશોની નારાજગી ખોટી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer