કાશ્મીર આવેલા વિદેશી રાજદ્વારી પ્રતિનિધિ મંડળને આતંકવાદી હરકતોથી વાકેફ કરાયું
નવી દિલ્હી, તા. 20?: જમ્મુ-કશ્મીરના પ્રવાસે આવેલા વિદેશી રાજદ્વારીઓના પ્રતિનિધિ મંડળ સમક્ષ ભારતે પાકિસ્તાનની પોલ ખોલી છે. પાક દ્વારા માનવ અધિકાર ભંગના નામ પર ચલાવાઈ રહેલા દુષ્પ્રચાર અભિયાનની પણ ભારતે હવા કાઢી નાખી છે.
શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સ હેડકવાર્ટરની મુલાકાત લેનાર વિદેશી પ્રતિનિધિ મંડળને ભારતીય અધિકારીઓએ કાશ્મીરની સુરક્ષાને બહારના પડકારો અંગે માહિતી આપી હતી.
કુલ્લ 24 વિદેશી રાજદ્વારીના દળમાં સામેલ ઈરીટ્રિયાના રાજદૂત એલેમ શાવ્યેએ જણાવ્યું હતું કે, કાશ્મીરનો પ્રવાસ `આંખો ઉઘાડનારો' છે. આ પ્રવાસથી કેન્દ્રશાસિત પ્રદેશ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અંગે સમજ વધી છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
યુરોપીય સંઘે પણ કાશ્મીરમાં ચૂંટણી અને ફોરજી ઈન્ટરનેટ સેવાઓની બહાલી જેવાં તાજાં પગલાંઓની નોંધ લીધી હતી.
કેન્દ્રની મોદી સરકારે કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા પછી છેલ્લા 18 મહિનામાં વિદેશી રાજદ્વારીઓનો આ ત્રીજો પ્રવાસ હતો.
દુનિયા સામે ભારતે ખોલી પાકિસ્તાનની પોલ
