નવી દિલ્હી, તા. 20 :' ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ તમામ બેન્ક અને કાર્ડ જારી કરતી સંસ્થાઓને દિશાનિર્દેશ જારી કર્યા?છે. કેટલીક ફરિયાદો મળ્યા બાદ આ માર્ગદર્શિકા જારી કરતાં રિઝર્વ બેન્કે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવી ગ્રાહકોને તકલીફ ન પડે તેની કાળજી લેવા બેન્કોને નિર્દેશ આપ્યો છે.
ઈન્ટરનેટ બેંન્કિંગ, મોબાઈલ પેમેન્ટ, કાર્ડ પેમેન્ટ, ગ્રાહક સુરક્ષા તેમજ ફરિયાદો ઉકેલવા માટેની પ્રણાલીઓ મજબૂત કરવાની સૂચના પણ કેન્દ્રીય બેન્કે આપી છે.
રિઝર્વ બેન્કે એ વાત પર ખાસ જોર આપ્યું છે કે, બેન્કો મોબાઈલ એપ બદલે તો ગ્રાહકોને ભ્રમ ન થાય તે માટે જૂની એપ છ માસમાં ખતમ કરી છે.
આ નિર્દેશો તમામ શિડયૂલ કોમર્શિયલ બેન્ક, સ્મોલ ફાઈનાન્સ બેન્ક, પેમેન્ટ બેન્ક તેમજ ક્રેડિટ કાર્ડ જારી કરનારી તમામ કંપનીઓ પર લાગુ કરાશે.
ભારતીય રિઝર્વ બેન્કે તમામ બેન્કોને એવી મજબૂત સિસ્ટમ તૈયાર કરવા જણાવ્યું છે, જેનાથી ગ્રાહકોને કોઈ તકલીફ ન પડે.
બૅન્કો ગ્રાહકોની તકલીફો દૂર કરે : રિઝર્વ બૅન્ક
