બરફનાં તોફાનથી જળવાહિનીઓને ક્ષતિ
નવી દિલ્હી, તા. 20 : અમેરિકામાં આવેલા બરફ તોફાને તારાજી વેરી છે. ટેક્સાસ રાજ્યમાં 1.40 કરોડથી વધુ લોકો જળસંકટનો સામનો કરી રહ્યા છે.
હાડ થીજવી નાખતા ડંખીલા ઠારથી ઠૂંઠવાતા જનજીવનની દશા દયનીય બની છે. પાણી પૂરું પાડતી પાઈપલાઈનો ઠંડીથી ફાટી જતાં પાણીની અછતથી લોકો બેહાલ છે.
લોકોને રસ્તાઓ પર જામેલા બરફને ગરમ કરીને પાણી પીવું પડે છે. પાંચ દિવસ સુધી વીજળી ઠપ રહેતાં બે લાખ ઘર અંધારપટ હેઠળ રહ્યા હતા.
દરમ્યાન, તજજ્ઞોએ એવી ચેતવણી આપી હતી કે, બરફને ગરમ કરીને જે લોકો પાણી પીવે છે, તેમને ખતરો થઈ શકે છે. તોફાનથી 50 જેટલાં મોત થઈ ચૂક્યાં છે.
દોઢ કરોડ અમેરિકનો જળસંકટથી પરેશાન
