ભાજપ મુસ્લિમ વિરોધી હોવાનું ચિત્ર ઊભું કરાયું છે : ચંદ્રકાંત પાટીલ

ડૉ. કલામને મોદીએ રાષ્ટ્રપતિ બનાવેલા!
અમારા પ્રતિનિધિ તરફથી'
પુણે, તા. 20 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ મુસ્લિમ વિરોધી નથી એ સમજાવતી વખતે મહારાષ્ટ્ર ભાજપના ચીફ ચંદ્રકાંત પાટીલે કરેલું એક વિધાન ચર્ચાનો વિષય બન્યો છે.'
તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ જ અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવેલા. તેઓ મુસ્લિમ હતા છતાં તેમની ઉપેક્ષા કરી નહોતી.'
તેમણે કહ્યું હતું કે દેશની વિરોધી પ્રવૃતિ કરનારાઓનો અમે વિરોધ કરીશું જ. બધા મુસ્લિમોને એ સામે વાંધો ન હોવો જોઈએ. ખુદ વડા પ્રધાને અનેક બાબતોમાં મુસ્લિમોને પ્રાધાન્ય આપ્યું છે. અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવ્યા. એક કર્તુત્વવાન, સંશોધકને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા. મુસ્લિમ મહિલાઓના લાભ માટે તીન તલ્લાક વિરુદ્ધ કાયદો બનાવ્યો. બિહારમાં મુસ્લિમ મહિલાઓએ ભાજપની તરફેણમાં જંગી મતદાન કર્યું. બિહારના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં ભાજપને 29માંથી 14 સીટ મળી. મોદી મુસ્લિમ વિરોધી છે એવું જે ચિત્ર ઊભું કરાયું છે એ બરાબર નથી.'
તેમણે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજના સૈન્યમાં પણ મુસ્લિમો હતા. શિવાજીએ મોગલ સામ્રાજ્યને ધૂળ ચટાડી હતી અને સ્વરાજ્યની સ્થાપના કરેલી એ યાદ રાખવું જોઈએ.'
નવાબ મલિકનો જવાબ'
ચંદ્રકાંત પાટીલની ટિપ્પણી વિશે બોલતાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે' નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને ત્યાં કોમી હિંસા ફાટી નીકળેલી ત્યારે વડા પ્રધાન અટલ વાજપેયીએ તેમને રાજધર્મ પાળવાની સલાહ આપેલી. અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવવાનો નિર્ણય માત્ર ભાજપનો નહોતો પણ બધા પક્ષોએ સર્વાનુમતે તેમને આ પદ પર બેસાડેલા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer