મુંબઇ, તા.20 : મહારાષ્ટ્ર કોંગ્રેસ વતી ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનને કાળા ઝંડા દર્શાવવાની જાહેરાત કર્યા બાદ મુંબઇ પોલીસે બિગ બીના બંગલા પર સુરક્ષામાં વધારો કર્યો છે. આ ઉપરાંત કેટલાક અન્ય સિતારાઓના બંગલા પર પણ સુરક્ષાની તૈયારીઓ કરાઇ છે.
મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ એક સભામાં જણાવ્યું હતું કે તેઓ અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારને કાળા ઝંડા બતાવશે.આ ફિલ્મી સિતારાઓ ભાજપના દબાણ હેઠળ તમામ ટ્વિટ કરી શકે છે પરંતુ મોંઘવારીને મામલે ચૂપ કેમ છે ? મહારાષ્ટ્રમાં આ સિતારાઓની ફિલ્મોના પ્રદર્શન તેમ જ શાટિંગ નહીં થવા દઇએ.
અમિતાભ બચ્ચનના બંગલોની સુરક્ષામાં વધારો
