કિસાન મહાસભામાં પ્રિયંકા ગાંધીના કેન્દ્ર પર પ્રહાર
મુઝફ્ફરનગર, તા.20: કિસાન મહાસભામાં પહોંચેલા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોંઘવારી, કૃષિ કાયદા, ખેડૂત આંદોલન જેવા મુદ્દે ભાજપ સરકારની ઝાટકણી કાઢતા કહ્યં કે ખેડૂતો તડપી રહ્યા છે પરંતુ સરકાર તેમને શેરડીનું ચૂકવણું કરી રહી નથી. તેમણે સવાલ કર્યો કે શું મોદી સરકારમાં ખેડૂતોની આવક બમણી થઈ ? 2017થી સરકારે શેરડીના ભાવ નથી વધાર્યા. ખેડૂતોના બાકી લેણા પૂરા કરવામાં આવ્યાં નથી.
મુઝફ્ફરનગર કિસાન મહાસભાને સંબોધતાં કહ્યં કે આજે દેશમાં ખેડૂતોની કોઈ સુનાવણી થઈ રહી નથી. જે રીતે તેમણે પોતાના બે-ત્રણ મિત્રને આખો દેશ વેંચી નાખ્યો છે તે રીતે તમારા ખેતરો પણ વેંચી નાખવા ઈચ્છે છે. જે ખેડૂતોએ પોતાના પુત્રોને સરહદે મોકલ્યા તેમનું અપમાન કરાયુ છે. વડાપ્રધાન મોદીને અહંકારી ગણાવતા કહ્યંy કે સરકારે ખેડૂતોનું સમ્માન કરવું જોઈએ. જે ખેડૂતોએ વડાપ્રધાન બનાવ્યા તે તેમની સાથે વાત કેમ કરી રહ્યા નથી ?
પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે નવા કૃષિ કાયદાથી મંડીઓ બંધ થઈ જશે અને મોટા ઉદ્યોગપતિઓને તેનો ફાયદો થશે. નવા કાયદામાં એમએસપી ખત્મ થઈ જશે. દેશમાં ગેસ, વીજળી, પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. દેશમાં મહિનાઓથી ખેડૂત આંદોલન ચાલી રહ્યં છે.
ખેડૂતો સાથે વાત કરવી તો દૂર તેમનું અપમાન કરાઈ રહ્યં છે. ખેડૂતોને આંદોલનજીવી કહેવામાં આવી રહ્યા છે.
સરકાર શેરડીનું ચૂકવણું નથી કરતી, ખેડૂતો પરેશાન
