ડેક્કન અર્બન કૉ.-ઓપ. બૅન્ક પર આરબીઆઈના નિયંત્રણ

રૂા. એક હજારનો જ ઉપાડ થઈ શકશે
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ ડેક્કન અર્બન કૉ-ઓપરેટિવ બૅન્કના ખાતાધારકો ઉપર રૂા. એક હજારની ઉપાડ મર્યાદા લાદી છે અને બૅન્કની નબળી આર્થિક સ્થિતિના પગલે બૅન્કને નવી લોન આપવા અથવા એફડી સ્વીકારવા ઉપર છ મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. આરબીઆઈએ આ સંદર્ભે શુક્રવારે મોડી રાત્રે નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું હતું.
કર્ણાટક સ્થિત આ બૅન્કને કોઈપણ નવા બિઝનેસ સ્વીકારવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે, તેમાં નવી લોન રિન્યુ કરવા અથવા નવા રોકાણ કરવા ઉપર પ્રતિબંધનો સમાવેશ થતો હોવાનું આરબીઆઈએ જણાવ્યું છે.
આરબીઆઈએ આ નિયંત્રણો 19 ફેબ્રુઆરીથી છ મહિના માટે લાગુ કર્યા છે અને તે પછી બૅન્કની આર્થિક સ્થિતિની સમીક્ષા થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer