મુંબઈ, તા. 20 : કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર 12થી 18 ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,382 ગબડ્યો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ મામૂલી રૂ.2 જેટલો સુધર્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાઓમાં તેજીનો માહોલ હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, રૂ (કોટન)માં ઉછાળો સામે મેન્થા તેલમાં નરમાઈ હતી. સીપીઓ અને રબરમાં વૃદ્ધિ વાયદાના ભાવમાં સપ્તાહ દરમિયાન થઈ હતી.'
કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો માર્ચ વાયદો 15,100ના સ્તરે ખૂલી, ઊંચામાં 15,199 અને નીચામાં 14,732ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન 467 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 372 પોઈન્ટ ગબડીને 14,760ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 14,160ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન 633 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 531 પોઈન્ટ વધીને 14,760ના સ્તરે બંધ થયો હતો.'
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.47,411ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.47,586 અને નીચામાં રૂ.46,011ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.1,382ના કડાકા સાથે રૂ.46,126ના સ્તરે બંધ થયો હતો.'
ગોલ્ડ-ગિનીનો ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.37,988 ખૂલી, સપ્તાહના અંતે રૂ.946ના ભાવઘટાડા સાથે રૂ.37,069 થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.4,720 ખૂલી, સપ્તાહના અંતે રૂ.130 ઘટી બંધમાં રૂ.4,596ના ભાવ થયા હતા.''
સોનાનો મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,670ના સ્તરે ખૂલી, સપ્તાહના અંતે રૂ.1,331 ગબડી રૂ.46,046 બંધ થયો હતો.'
ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.68,506 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.70,864 અને નીચામાં રૂ.68,200ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.2ના મામૂલી સુધારા સાથે રૂ.68,494ના સ્તરે બંધ થયો હતો.