ભારતનું મંગળયાન-ટુ હશે ઓર્બિટર અભિયાન

નવી દિલ્હી, તા.20 : અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાના રોવર પર્સિવિયરન્સે મંગળ ગ્રહ પર સફળ લેન્ડિંગ કર્યા બાદ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઈસરોના પ્રમુખ કે.સિવને કહ્યું કે લાલ ગ્રહ માટે ભારતનું મંગળયાન-ર એક ઓર્બિટર અભિયાન હોવાની સંભાવના છે.
મંગળયાન-2 માટે ઈસરો પ્રમુખે કોઈ ચોક્કસ સમય મર્યાદા જાહેર કરી નથી પરંતુ તેમણે કહ્યું કે મંગળ ગ્રહ પર આગામી અભિયાન ચંદ્રયાન-3 બાદ મોકલવામાં આવશે. ચંદ્રયાન-3માં ઈસરોની યોજના એક રોવર ઉતારવાની છે. કોરોના વાયરસ મહામારીને કારણે લોકડાઉન આવવાને કારણે આ અભિયાનમાં મોડુ થયુ છે. હવે 2022માં ચંદ્રયાન-3 અભિયાનની સંભાવના છે. સિવનના મતે મંગળ ગ્રહ પર ઉતરાણ કરવું સૌથી મુશ્કેલ છે. ચંદ્રયાન-3માં ઈસરો અન્ય ગ્રહ પર રોવર ઉતારવાની ક્ષમતા તપાસશે. મંગળયાન-1 સફળ અભિયાન રહ્યું છે અને તે હજુ પણ ડેટા મોકલે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer