50થી મોટી વયના નાગરિકોને કોરોના રસીમાં અગ્રતા મળવી જોઈએ

મહારાષ્ટ્ર સરકાર કેન્દ્ર સમક્ષ રજૂઆત કરશે'
મુંબઈ, તા. 20: કોવિડ-19ના કેસોમાં તીવ્ર ઉછાળથી પ્રેરાઈને મહારાષ્ટ્ર સરકાર 50 વર્ષથી મોટી વયની વ્યક્તિઓ તથા રોગ ધરાવતા યુવાનોને લક્ષ્ય બનાવીને માર્ચ અગાઉ રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ કરવા માટે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયનો સંપર્ક કરશે, એમ' રાજ્યના તકનિકી સલાહકાર સુભાષ સાળુંખેએ જણાવ્યું હતું.'
અમરાવતીમાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવેલા સાળુંખેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર અને કેરળના ચોક્કસ વિસ્તારોમાં કેસો વધ્યા હોવાથી કેન્દ્ર સરકારે માર્ચ સુધી પ્રતીક્ષા કરવી નહીં જોઈએ. 50 વર્ષથી મોટી વયની તથા કો-મોરબિટિસ (સહ-રોગિષ્ઠ મનોવૃત્તિ) ધરાવતી વ્યક્તિઓને રસી આપવાનું શરૂ કરવું જોઈએ, જેથી પરિસ્થિતિ કાબૂમાં રહે. રોકથામ માટે આપણી પાસે પ્રાથમિક સાધન ઉપલબ્ધ છે અને રસી બનાવતી કંપનીઓએ પૂરતા પ્રમાણમાં ઉત્પાદનની આપણને ખાતરી આપી છે ત્યારે કેન્દ્ર સરકારે ઝડપથી કાર્યરત થવું જોઈએ. મરાઠવાડા તથા વિદર્ભના વિસ્તારોમાં કેસોની સંખ્યા વધી છે.'
એક તરફ સ્વાસ્થ્ય અને ફ્રન્ટલાઈન કાર્યકરો રસી લેવા માટે અચકાઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ વરિષ્ઠ નાગરિકો તથા કો-મોરિબિટસ ધરાવતાં લોકો રસી લેવા માટે તૈયાર છે. જોકે, કેન્દ્ર સરકાર આઈટી પ્લેટફોર્મ માટે માર્ગદર્શિકાઓ ઘડી રહી છે અને ઔપચારિક જાહેરાત માટે પ્રતીક્ષા કરાઈ રહી છે, એમ સાળુંખેએ જણાવ્યું હતું. અમરાવતી, આકોલા અને યવતમાળમાં સક્રમણનો દર ખૂબ જ ઊંચો છે અને પરિસ્થિતિ તત્કાળ હસ્તક્ષેપ માગી લે છે, એમ પણ સાળુંખેએ જણાવ્યું હતું.'
નેશનલ ઈન્સ્ટિટયૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા' (નીતિ આયોગ)ના સભ્ય, વી. કે. પોલે જણાવ્યું હતું કે અમે નક્કી કરેલી પ્રક્રિયાને અનુસરી રહ્યાં છીએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer