મુંબઈમાં 897 સહિત રાજ્યમાં સતત બીજે દિવસે કોરોનાના છ હજારથી વધુ નવા દરદી મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી'
મુંબઈ, તા. 20 : શનિવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 6281 નવા કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 20,93,913ની થઈ ગઈ છે. રાજ્યમાં ઉપરાઉપરી બીજા દિવસે છ હજારથી વધુ કોરોનાના કેસો મળ્યા છેં.'
રાજ્યમાં ત્રણ મહિનાના ગાળા બાદ છ હજારથી વધુ કેસો મળવાની શરૂઆત થઈ છે. છેલ્લે 30 ઓકટોબરના રાજ્યમાં છ હજારથી વધુ કેસ મળેલા.'
શનિવારે જે નવા કેસ મળ્યા હતા એમાંથી 1700 એટલે કે 27 ટકા' જેટલા કેસ મુંબઈ અને અમરાવતીમાંથી મળ્યા હતા.'
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 40 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા અને એ સાથે મૃત્યાંક 51,753નો થઈ ગયો છે.'
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમં 2567 પેશન્ટોને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 19,92,530 કોરોનાગ્રસ્તોને ડિસ્ચાર્જ અપાયો છે. રાજ્યમાં અત્યારે 48,439 દરદીઓ સારવાર લઈ રહ્યા છે.'
મુંબઈ શહેરમાં છેલ્લા 24 કલાકમા 897 નવા કેસ અને ત્રણ દરદીના નોંધાયા હતા. એ સાથે કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 13,18,207 અને મૃત્યાંક 19747નો થઈ ગયો છે.'
અકોલા ડિવિઝન (જેમાં અમરાવતી જિલ્લાનો પણ સમાવેશ છે)માંથી છેલ્લા 24 કલાકમાં 1726 નવા કેસ મળ્યા હતા.'
નાશિક ડિવિઝનમા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 2,84,160ની છે જ્યારે મૃત્યાંક 5199નો છે.'
પુણે ડિવિઝનમાં કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 5,14,319ની છે અને મૃત્યાંક 11,698નો છે.'
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 64,418 ટેસ્ટ કરવામાં આવી હતી. આમ અત્યાર સુધી રાજ્યમાં 1,56,52,742 ટેસ્ટ કરાઈ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer