કૉંગ્રેસને સમાવવા માટે ચર્ચા થશે : રાઉત

પાલિકાની ચૂંટણીઓ શિવસેના-એનસીપી સાથે મળીને લડશે
અમારા પ્રતિનિધિ તરફથી'
મુંબઈ, તા. 20 : રાજ્યમાં યોજાનારી મહાનગરપાલિકાઓની ચૂંટણી મહાવિકાસ આઘાડીના ત્રણ પક્ષો સાથે મળીને લડે એ માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે. આઘાડીના અનેક નેતાઓનું માનવું છે કે જો ત્રણે પક્ષ ચૂંટણી સંપીને લડશે તો ભાજપની વિજય કૂચને રોકી શકાશે.'
આ વિશે બોલતાં શિવસેનાના નેતા-સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ તો પાલિકાની ચૂંટણી સાથે લડશે એ પાકું છે. કૉંગ્રેસને સાથે કેમ રાખવો એ વિશે ચર્ચા કરવામાં આવશે. સંજય રાઉતે શનિવારે મુંબઈમાં શિવસેનાના મુખ્ય કાર્યાલયમાં પત્રકારો સાથે સંવાદમાં આ માહિતી આપી હતી.'
તેમણે કહ્યું હતું કે પાલિકામાં જે પક્ષની તાકાત વધુ તેણે મોરચો બનાવવો જોઈએ અને એ પક્ષના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવી જોઈએ.'
મુંબઈ, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, નાશિક, ઔરંગાબાદ પાલિકામાં શિવસેનાના નગરસેવકોની સંખ્યા વધુ છે જ્યારે પિંપરી-ચિંચવડ પાલિકામાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસનું જોર છે.'

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer