દુનિયાની કોઈ તાકાત ભારતને ન બાંધી શકે : મોદી

દુનિયાની કોઈ તાકાત ભારતને ન બાંધી શકે : મોદી
નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી નિમિત્તે કોલકાતામાં પરાક્રમ દિન સમારોહ સંબોધતા વડા પ્રધાન
કોલકાતા, તા. 23 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે, ભારતની સંપ્રભુતાને પડકાર આપવાની કોશિશોને દેશ જડબાંતોડ જવાબ આપી રહ્યો છે. દુ નિયા ભારતના આ અવતારને જોઇ રહી છે.
નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી, નિમિતે વિકયોરિયા મેમોરિયલમાં યોજીત પરાક્રમ દિવસ સમારોહને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, કોરોના સામે ભારતની લડાઇ અને દુનિયાના દેશોને રસી આપીને મદદ જોઇ હોત, તો આજે નેતાજીને ગૌરવ થયું હોત.
ભારત દેશ મજબૂત થયો છે. વાસ્તવિક અંકુશ રેખાથી માંડીને અંકુશ રેખા સુધી સુભાષચંદ્ર બોઝનાં પદ્ચિહ્નોનોને અનુસરે છે. તેવું મોદીએ ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનાં લક્ષ્ય સાથે આજે દેશનો જણે જણ જોડાઇ રહ્યો છે. દુનિયાની કોઇ તાકાત ભારતને બાંધી નહીં શકે.
નેતાજીનાં આત્મનિર્ભર ભારતના સ્વપ્નની સાથે સોનાર બાંગલાની સૌથી મોટી પ્રેરણા ગણાવી, વડાપ્રધાને કહ્યું કે, જે ભૂમિકા નેતાજીએ દેશની આઝાદીમાં નિભાવી હતી, તેવી જ ભૂમિકા પશ્ચિમ બંગાળે આત્મ નિર્ભર ભારતના નિર્માણમા નિભાવવાની છે.
અગાઉ, મોદીએ બોઝની યાદમાં સ્મૃતિરૂપ સિક્કો અને ટપાલ ટિકીટ પણ જારી કરી હતી, તો નેતાજીનાં જીવન પર એક સ્થાયી પ્રદર્શન અને પ્રોજકટ મેપિંગ શોનુ ઉદ્ઘાટન કર્યું હતું.
વડાપ્રધાને ભવાનીપુર સ્થિત નેતાજી ભવન અને નેશનલ લાયબ્રેરીની મુલાકાત પણ લીધી અને નેતાજી પર યોજીત આંતર રાષ્ટ્રીય સંમેલનના કલાકારો સાથે સંવાદ કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer