મસ્કની નજર હવે ટેલિકૉમ પર
નવી દિલ્હી, તા. 23 : ઓટો અને એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝમાં ધૂમ મચાવ્યા બાદ દુનિયાના સૌથી મોટા અમીર એલન મસ્કની નજર હવે ટેલિકોમ ઈન્ડસ્ટ્રી પર છે.
મસ્કની કંપની સ્પેસ એક્સપ્લોરેશન ટેકનોલોજીસ કોર્પોરેશને સ્ટારલિંક ઈન્ટરનેટ સર્વિસ માટે એક હજારથી વધુ ઉપગ્રહ છોડયા છે. આ કંપની અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ધડાધડ ગ્રાહકો જોડવામાં લાગી છે.
સ્ટારલિંક ભારતમાં પ્રવેશ કરશે, તો મસ્કની આ કંપનીને એશિયાના સૌથી મોટા અમીર મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓ સાથે મુકાબલો કરવો પડશે.
સ્ટારલિંકની નજર ઉડાનોમાં ઈન્ટરનેટ, દરિયાઈ સેવાઓ, ભારત અને ચીનની માંગ તેમજ ગ્રામીણ ગ્રાહકો પર છે. આ આખી બજાર એક લાખ કરોડ ડોલરની છે.
જિયો સામે જંગ!
