લંડન, તા. 23 : ત્રણ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન એન્ડી મરેએ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી હટવાનો નિર્ણય કર્યો છે. એક અહેવાલ મુજબ 8 ફેબ્રુઆરીથી શરૂ થનારા વર્ષના પહેલા ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન માટે એન્ડી મરેને વાઈલ્ડ કાર્ડ આપવામાં આવ્યું હતું. જો કે ટૂર્નામેન્ટ માટે રવાના થતા પહેલા જ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને ક્વોરન્ટીન રહેવાના બદલે ઘરમાં જ આઈસોલેટ થવાનો નિર્ણય કર્યો હતો. જો કે હજી સુધી તે કોરોનામાંથી બહાર આવી શક્યો નથી. એન્ડી મરેએ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ ન લઈ શકવાના અહેવાલને જારી કરતા તે ખૂબ જ દુ:ખી છે. ટેનિસ ઓસ્ટ્રેલિયા સાથે સતત સંપર્ક હતો અને કોશિશ કરવામાં આવી રહી હતી કે ક્વોરન્ટીન માટે કોઈ ઉકેલ શોધવામાં આવે. જો કે તેમાં સફળતા મળી નહોતી. આ સાથે મરેએ તમામ પ્રયાસો માટે લોકોનો આભાર માન્યો હતો.
ઓસ્ટ્રેલિયન ઓપન માટે ખેલાડીઓ અને તેના સહયોગી સ્ટાફ માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ 14 દિવસ ક્વોરન્ટીન અનિવાર્ય છે. પાંચ વખતના ઉપ વિજેતા મરેને ઓસ્ટ્રેલિયન ઓપન 2019ના પહેલા રાઉન્ડમાં પાંચ સેટ સુધી ચાલેલા મુકાબલામાં સ્પેનના રોરટો બટિસ્ટા અગુટ સામે હારનો સામનો કરવો પડયો હતો.
અૉસ્ટ્રેલિયન અૉપનમાંથી હટયો એન્ડી મરે
