મુંબઈ, તા. 23 : ટીઆરપી કૌભાંડ કેસમાં મુંબઈ પોલીસે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક)ની ભૂમિકા સામે સવાલો ઊભા કર્યા બાદ ટાઇમ્સ નેટવર્ક બાર્ક સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. આ સાતે જ કૌભાંડોમાં સંડોવાયેલા સામે કાનૂની પગલાં લેવાશે.
બીસીસીએલની અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઇમ્સ નાઉ ટાઇમ્સ નેટવર્ક હેઠળ ચાલી રહી છે અને તે વ્યુઅરશીપ ડેટા માટે બાર્કની ગ્રાહક છે. વર્ષ 2017માં રિપબ્લિક ભારત ચેનલ લોન્ચ થઇ હતી ત્યારબાદથી ટીઆરપીમાં હેરફેર મોટાપાયે થઇ હોવાની
શંકા ટાઇમ્સ નેટવર્કને છે. ગેરકાયદે રિપબ્લિક ચેનલને પ્રોત્સાહન સાથે ઇલેકટ્રોનિક પ્રોગ્રામ ગાઇડ મારફત ટીઆરપીમાં ચેડા થયા હોવાનો આરોપ ટાઇમ્સ નેટવર્કનો છે.
ટાઇમ્સ નેટવર્કે માર્કેટ સર્વે કર્યા બાદ તે ચેનલની રેટિંગમાં મોટાપાયે ગરબડ સામે આવી હતી અને મૂળ ડેટા સાથે છેડછાડ કરી તે ચેનલને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનું જણાયું હતું. ટાઇમ્સ નેટવર્કે આ મામલે સતત બે વર્ષથી ફરિયાદ કરી હતી જેનો કોઇ લાભ તેને થયો નહીં. બાર્કે ટાઇમ્સ નાઉની રેટિંગને જાણીજોઇને ઘટાડી હોવાનો આરોપ ટાઇમ્સ નેટવર્કે મૂકયો છે. સતત બે વર્ષથી જે આર્થિક નુકસાન ટાઇમ્સ નેટવર્કને થયું છે. તેનું વળતર લેવા અને દરેક સંભવ કાયદાકીય કાર્યવાહી કરવા કંપની તૈયાર થઇ છે.
ટીઆરપી કેસ : બાર્ક વિરુદ્ધ હવે એક મીડિયા નેટવર્ક કાનૂની પગલાં લેશે
