મુંબઈમાં 435 સહિત રાજ્યમાં કોરોનાના નવા 2697 દરદી મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : શનિવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 2697 નવા કેસ મળી આવતા રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 20,06,354ની થઈ ગઈ છે. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 56 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થતાં રાજ્યનો મરણાંક 50,740નો થઈ ગયો છે. શનિવારે મહારાષ્ટ્રમાં 3694 પેશન્ટોને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 19,10,521 સાજા થઈને ઘરે ગયા છે. અત્યારે રાજ્યમાં 43,870 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. 
મુંબઈ શહેરમાંથી શનિવારે કોરોનાના 435 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 3,05,571ની થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 10 કોરોનાગ્રસ્તોનાં મોત થતાં શહેરનો મરણાંક 11,297નો થઈ ગયો છે. 
શનિવારે રાજ્યમાં 64,899 ટેસ્ટ કરવામાં આવતાં અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,41,45,829 ટેસ્ટ કરવામાં આવી છે.   
નાશિક ડિવિઝનમાં શનિવારે 367 નવા કેસ મળ્યા હતા. આમાંથી 108 કેસ નાશિક શહેરમાંથી મળ્યા હતા. પુણે ડિવિઝનમાંથી કોરોનાના 632 નવા કેસ મળ્યા હતા. આમાંથી 241 કેસ પુણે શહેરમાંથી અને 102 કેસ પિંપરી-ચિંચવડમાંથી મળ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer