પાકિસ્તાનનો ઘૂસણખોરીનો કારસો પકડાયો

કાશ્મીરમાં બીજી સુરંગ ઝડપાઈ
જમ્મુ, તા. 23 (પીટીઆઇ) : સીમાસુરક્ષા દળે શનિવારે ઘૂસણખોરો માટે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં કયુઆ જિલ્લામાં બનાવેલી બીજી સુરંગ પકડી પાડી હતી એમ સીમાસુરક્ષા દળના અધિકારીએ જણાવ્યું હતું.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આકારગઢમાં અભિપાલ-ડોગરા અને કિગરી-ડે-કોઠે ક્ષેત્રની સામે હીરાનગરના પન્સાર વિસ્તારમાં સીમા ચોકીમાં સુરંગ વિરોધી કાર્યવાહી દરમ્યાન આ ગુપ્ત સુરંગ પકડી હતી.
છેલ્લા 10 દિવસમાં હીરાનગર ક્ષેત્રમાં બીએસએફ કર્મચારીઓએ આ બીજી સુરંગ પકડી પાડી છે જ્યારે સાંબા અને ક્યુઆ જિલ્લામાં છેલ્લા છ મહિનાની આ ચોથી સુરંગ પકડી લીધી છે જ્યારે છેલ્લા દાયકામાં આ દશમી સુરંગ ઝડપી પાડી છે.
13મી જાન્યુઆરીના આ જ ક્ષેત્રમાં બોલિયાન ગામમાં બીએસએફએ 150 મીટર લાંબી સુરંગ પકડી પાડી હતી. પ્રવક્તાએ કહ્યું હતું કે, આજે પકડાયેલી સુરંગ સવારે ગુપ્ત બાતમીના આધારે ઝડપી પાડી હતી. આ ટનલ પણ લગભગ 150 મીટર લાંબી અને 30 ફૂટ ઊંડી તેમજ ત્રણ ફૂટનો ડાયામીટર ધરાવે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer