ચીન ભારતીય સેનાની જાસૂસી કરે છે

ગુપ્તચર તંત્રની બાતમીથી સેના સતર્ક
નવી દિલ્હી, તા. 23 : લુચ્ચા શિયાળ સમાન ચીન તેની હીન હરકતો છોડતું જ નથી. ડ્રેગન હવે વાસ્તવિક અંકુશરેખા પર ભારતીય સેનાની જાસૂસી કરી રહ્યું છે. તેવી ચિંતાજનક બાતમી સાથે ગુપ્તચર એજન્સીએ એલર્ટ જારી કર્યો છે.  ભારતની ગુપ્તચર એજન્સીઓએ લદ્દાખ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં જાણકારી પ્રાપ્ત કરવાના પ્રયાસમાં ચીનની હરકતો પકડી પાડી હતી. વાસ્તવિક અંકુણ રેખા પર ચીનની પીપલ્સ લિબિરેશન આર્મી (પીએલએ)ની ગુપ્તચર પાંખ ભારતીય સેનાની અવર-જવર સીમા પર જારી નિર્માણ કાર્યની જાણકારી એકઠી કરવાની કોશિશમાં છે.
ચીન દ્વોરા જાસૂસીની જાણકારી ભારતીય સેનાના ટોચના અધિકારીઓ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા તમામ અધિકારીઓ સુધી પહોંચાડી દેવાઇ છે.
ઉલ્લેખનીય છે કે, આઠમી જાન્યુઆરીના સવારે પૂર્વી લદ્દાખમાં પૈંગોંગત્સોની દક્ષિણે એક ચીની સૈનિકને ભારતની સેનાએ પકડી લીધો હતો.
ભારતીય ગુપ્તચર એજન્સીના અધિકારીઓનું કહેવું છે કે, આ ઘૂસણખોરી ચીની સૈનિક દ્વારા કરાયેલી પહેલી કોશિશ નહોતી.
અગાઉ પણ આવો કિસ્સો સામે આવી ચૂકયો છે, પરંતુ ગુપ્તચર એજન્સીઓ કારાકોરમ પાસ્તે દોલતબેગ ઓકડી, પૈંગોંગત્સો, સિક્કિમમાં આવી માહિતીઓ મેળવવામાં માહેર છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer