ભારત-ચીનની વચ્ચે આજથી કોર્પ્સ કમાન્ડ સ્તરની વાતચીત

નવી દિલ્હી, તા. 23: ભારત અને ચીનની વચ્ચે બે મહિનાથી વધુ ચાલેલ ઉચ્ચસ્તરીય સૈન્ય સંવાદ બાદ નવમા તબક્કાની કોર્પ્સ કમાન્ડ સ્તરીય આગામી વાતચીત રવિવારે ફરીથી શરૂ થશે. બેઠકનું લક્ષ્ય પૂર્વ લદ્દાખમાં નવ મહિનાથી ચાલી રહેલા તણાવનું સમાધાન કાઢવાનું છે. એક અધિકારીએ માહિતી આપી કે આ ઉચ્ચ સ્તરીય બેઠક રવિવારના રોજ થશે. સૂત્રો એ કહ્યું કે બેઠક માટે રૂપરેખા અને ભારતના પક્ષ પર કામ ચાલી રહ્યું છે. તેમાં કેટલાંક ફેરફાર આવી શકે છે. છેલ્લી કેટલીય બેઠકોની જેમ વિદેશ મંત્રાલયના પ્રતિનિધિ પણ આ બેઠકનો હિસ્સો હશે. સત્તાવાર સૂત્રોએ માહિતી આપી કે આ બેઠક ચુશૂલ સેકટરની સામે ચીનની તરફ મોલ્ડોમાં થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer