શરદ પવાર સીરમ ઈન્સ્ટિટયૂટની મુલાકાતે

મુંબઈ, તા. 23 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારે શનિવારે પુણેની સીરમ ઈન્સ્ટિટયૂટ અૉફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ની મુલાકાત લીધી હતી અને આગની ઘટના બાદની પરિસ્થિતિનું અવલોકન ર્ક્યું હતું. સીરમના સીઈઓ અદાર પૂનાવાલા તેમની સાથે રહ્યા હતા. પવારે આ અંગે ટ્વીટર પર માહિતી આપી હતી.
ઈન્સ્ટિટયૂટના મંજરી પ્રિમાઈસેસમાં આવેલા આ પાંચ માળના મકાનમાં ગુરુવારે ફાટી નીકળેલી આગમાં પાંચ જણ મૃત્યુ પામ્યાં હતાં. સીરમ ઈન્સ્ટિટયૂટની કોવિશિલ્ડ વેક્સિન જ્યાં બનાવવામાં આવે છે ત્યાંથી આ મકાન એક કિલોમીટર દૂર છે. 
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ શુક્રવારે ઘટનાસ્થળની  મુલાકાત લીધી હતી. આ આગને લીધે 1000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું ઈન્સ્ટિટયૂટે જાહેર ર્ક્યું છે. ઠાકરેએ જણાવ્યું હતું કે આગનાં કારણોની તપાસ થઈ રહી છે અને આ એક અકસ્માત છે કે ભાંગફોડનું કૃત્ય એ એનો અહેવાલ આવ્યા પછી જ ખબર પડશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer