ઈન્ડોનેશિયાનું વિમાન ક્રેશ : 62નાં મૃત્યુની આશંકા

ઈન્ડોનેશિયાનું વિમાન ક્રેશ : 62નાં મૃત્યુની આશંકા
જકાર્તાથી ઉડાન ભર્યા બાદ ગુમ હતું : સમુદ્રમાં કાટમાળ મળ્યો
જકાર્તા તા.9 : ઈન્ડોનેશિયાના પાટનગર જકાર્તાથી પૉન્ટિયાનાક જવા ઉડેલુ શ્રીવિજયા એરનું એક વિમાન સમુદ્રમાં તૂટી પડયું છે. વિમાનમાં 6 કૂ મેમ્બર ઉપરાંત 6 બાળકો સહિત 26 મુસાફરો સવાર હતા. 26 વર્ષ જૂના બોઈંગ 737-500 વિમાને શનિવારે બપોરે 1:56 કલાકે ઉડાન ભર્યા બાદ કંટ્રોલ ટાવર સાથે 2:40 કલાકે તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાન એકાએક 10 હજાર ફૂટની ઉંચાઈએથી નીચે આવી ગયાનું ટ્રેસ થયું છે. કોસ્ટગાર્ડ દ્વારા વિમાનની શોધખોળ કરવામાં આવી રહી છે અને ઈન્ડોનેશિયાના જાવાના સમુદ્રમાં શંકાસ્પદ કાટમાળ મળી આવ્યો હતો. તૂટી પડેલુ વિમાન વિવાદાસ્પદ બોઈંગ 737 શ્રેણીનું હોવાનું માનવામાં આવે છે. આ શ્રેણીના વિમાનની સુરક્ષા અંગે સવાલ ઉઠી ચૂકયા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer