મુંબઈમાં 596; રાજ્યમાં કોરોનાના 3581 નવા કેસ મળ્યા

મુંબઈમાં 596; રાજ્યમાં કોરોનાના 3581 નવા કેસ મળ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 9 : શનિવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 3581 નવા કેસ મળી આવતા રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 19,65,556ની થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 57 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થતાં રાજ્યનો મરણાંક 50,027નો થઈ ગયો છે. શનિવારે મહારાષ્ટ્રમાં 2401 પેશન્ટોને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી 18,61,400 કોરોનાગ્રસ્તો સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યનો રિક્વરી રેટ 94.7 ટકા છે.     
મુંબઈ શહેરમાંથી શનિવારે કોરોનાના 596 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 2,98,235ની થઈ ગઈ છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં આઠ પેશન્ટોનાં મૃત્યુ થતાં શહેરનો મરણાંક 11,181નો થઈ ગયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer