અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : ડોમ્બિવલી વેસ્ટમાં કચ્છી ભાનુશાલી પરિવારના ઘરમાં લૂંટના નિષ્ફળ પ્રયાસના પ્રકરણમાં પોલીસે ત્રણ આરોપીને પકડયા છે.
પરિવારજનોમાંથી મળેલી માહિતી પ્રમાણે અશોક અર્જુન ગોરી ઘરમાં એકલા હતા ત્યારે સાંજના સમયે ત્રણ શખસ ઘુસ્યા હતા. દીકરી પ્રતિક્ષા ઓચિંતી ઘરમાં આવી પહોંચતાં તેણે હિંમતભેર પ્રતિકાર કર્યો હતો. જેને કારણે લૂંટારા સફળ થયા ન હતા.
પોલીસે ત્રણ જણને પકડયા છે તેમાં બે જણ તો ગુજરાતી છે. એક દિનેશ રાવલ (35) અશોકભાઈના ઉપરના માળે રહે છે અને ફૂલના હાર બનાવીને દુકાને દુકાને તેમ જ રિક્ષાચાલકોને વેચે છે. લૉકડાઉનમાં તેનો ધંધો ઠપ્પ થઈ ગયો હતો.
બીજો આરોપી ચેતન મકવાણા (35) થાણેના રઘુનાથ નગરમાં રહે છે જે પણ ગુજરાતી છે. ત્રીજો શખસ અબ્દુલ છે. જેના વિષે કઈ જાણવા મળ્યું નથી.
ડોમ્બિવલી : લૂંટના પ્રયાસ પ્રકરણમાં ત્રણ પકડાયા જેમાં બે ગુજરાતી
