બ્રાઝિલના પ્રમુખની મોદીને અપીલ
રિયો ડિ જાનેરો, તા. 9 : કોરોના રસી મુદ્દે દબાણનો સામનો કરી રહેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાપર બોલ્સોનારોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખતાં એસ્ટ્રાજેનેકાની રસી જલ્દી મોકલવાની વિનંતી કરી છે.
ટીકાકારોએ ક્ષેત્રિય સાથીઓ કરતાં બ્રાઝિલ પાછળ હોવાના આક્ષેપ સાથે રસીમાં વિલંબ શા માટે થાય છે, તેવો સવાલ ઊઠાવ્યો હતો.
બોલ્સોનારોએ મોદીને પત્રમાં લખ્યું છે કે, ભારતના રસીકરણ કાર્યક્રમને ખતરામાં નાખ્યા વિના બ્રાઝિલના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમને ઝડપથી અમલી કરવા માટે 20 લાખ ડોઝની આશા છે.
હકીકતમાં, બ્રાઝિલના સરકારી ફાયોક્રુઝ મેડિકલ સેન્ટરના મતે રસી તૈયાર કરવા માટે જરૂરી સામગ્રી ચાલુ માસાંતે નહીં આવી શકે, તેવી ધારણાથી દબાણ વધ્યું હતું.