બે બાંગ્લાદેશી ઘૂસણખોરને બે વર્ષની જેલ

થાણે, તા. 9 : થાણે જિલ્લામાં ગેરકાયદે વસવાટ કરવાના આરોપસર સેશન્સ કોર્ટે બે બાંગ્લાદેશી નાગરિકોને કસૂરવાર ઠેરવી તેમને બે વર્ષની જેલની સજા ફરમાવી છે. 
આ બન્ને આરોપીને ફોરેનર્સ ઍક્ટ અને પાસપોર્ટ ઍક્ટ હેઠળ દોષી જાહેર કરાયા હતા. સેશન્સ જજે બે જાન્યુઆરીના આ ચુકાદો આપ્યો હતો, પણ ચુકાદાની નકલ શનિવારે ઉપલબ્ધ થઈ હતી. કોર્ટે બન્ને કસૂરવાર પર દસ-દસ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. જજે જેલ સત્તાવાળાઓને એવી સૂચના પણ આપી હતી કે બન્ને બાંગ્લાદેશીની સજા પૂરી થાય કે તેમને તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવી. 
બન્ને બાંગ્લાદેશીને કાશીમીરા પોલીસે 1 સપ્ટેમ્બર, 2018ના પકડ્યા હતા. બન્ને આરોપીએ કોર્ટમાં પોતાના ગુનાની કબૂલાત પણ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer