ડ્રગ્સ કેસ : એનસીબીએ અનેક લોકોને પકડ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 9 : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ સંબંધેના ડ્રગ કેસમાં અમુક ઠેકાણે શનિવારે ઝડતી લીધી હતી. આ અૉપરેશનમાં અનેક લોકોને પકડવામાં આવ્યા હતા. આમાંથી અમુક લોકોની પૂછપરછ શરૂ છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની મુંબઈસ્થિત ઝોનલ અૉફિસના ચીફ સમીર વાનખેડેએ આ અૉપરેશનનું નેતૃત્વ કર્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer