બાલાકોટ પર ભારતના હુમલામાં 300 આતંકવાદી માર્યા ગયા હતા

પાકના પૂર્વ રાજદ્વારી આગા હિલાલીની કબૂલાત 
નવી દિલ્હી, તા. 9 : પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારીએ ખુલાસો કર્યો છે કે, ભારતના બાલાકોટ પર હુમલામાં 300 આતંકી માર્યા ગયા હતા. પાક સેનાની તરફેણ કરતા રહેતા આ પૂર્વ રાજદ્વારીએ બાલાકોટ હવાઇ હુમલામાં એક પણ વ્યકિતનું મોત નહોતું થયું તેવા પાકના સત્તાવાર દાવાથી વિપરીત દાવો કર્યો છે.
આગા હિલાલીએ એક ન્યૂઝ ચેનલ શોમાં સ્વીકાર્યું હતું કે, 26  ફેબ્રુઆરી 2019ના બાલાકોટ પર ભારતીય દળના હવાઇ હુમલામાં 300 આતંકવાદી માર્યા ગયા હતા. ભારતીય વાયુદળે ખૈબર પખતુંખ્વા સ્થિત બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો ત્યારે  પાકિસ્તાને ફજેતીથી બચવા માટે તે સ્થળે કોઇ આતંકવાદી ન હોવાનો પોકળ દાવો કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer